હડતાલ પર રહેલા તબીબોએ જણાવ્યું કે વિવિધ 10 જેટલી માંગણીઓને લઈને સરકાર સાથે અવારનવાર વાટાઘાટો કરવા છતાં કોઈ જ રસ્તો નહીં નીકળવાને કારણે અંતે તબીબોએ હડતાલ પાડવી પડી છે. સરકારે તબીબોની 10માંથી માત્ર એક માંગણીનો જ ઉકેલ લાવ્યો છે. અને નવ જેટલી માંગણીઓનો ઉકેલ લાવવાની વારંવાર ખાતરી અપાવા છતાં હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ નહીં આવતાં તબીબોની ધીરજ ખૂટી રહી છે. ત્યારે સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે રામધૂન બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા
રાજ્યના 10,000 જેટલા તબીબો હડતાલ પર ઉતરતાં સિવિલ હોસ્પિટલોમાં ઈમરજન્સી સહિતની સારવાર ખોરવાઈ છે. જોકે સ્થિતિ ન બગડે તે માટે વિવિધ વિભાગોમાં રેસિડેન્ટ તબીબોને દર્દીની સારવાર માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે ઈમરજન્સી સહિતના વિભાગોમાં સ્પેશ્યાલિસ્ટ નહીં બલ્કે રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જેને પગકે અનેક દર્દીઓના ઓપરેશન પણ ખોરંભે ચડી જતાં તેણે પીડા ભોગવવી પડી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot News, રાજકોટ, રેસિડેન્ટ ડોક્ટર હડતાળ
Source link
To Get Govt Jobs News
To Give Gujarati Quiz For Govt Jobs
Tech News

0 Comments:
Post a Comment