latest Post

constable quarrel with police team in Ahmedabad


અમદાવાદ: શહેર (Ahmedabad News) કોટડા વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ વધતા પોલીસ (Ahmedabad Police) વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળી હતી. ત્યારે કેટલાક લોકો અંધારામાં બેઠા હતા. જ્યાં જઈને પોલીસે પૂછતાં ત્યાં અન્ય લોકો તો ભાગી ગયા પણ એક આર્મ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મળી આવ્યો જેની પૂછપરછ કરતા તે આવેશમાં આવી ગયો અને પોલીસ સાથે બબાલ કરવા લાગ્યો હતો. અહીં ન આવવાનું કીધું હોવા છતાંય કેમ આવ્યા છો કહીને બબાલ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેર કોટડા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતા આ ટીમ રસ્તે જનાર અને અસામાજિક તત્વોને શોધવા કામ કરી રહી હતી. આ દરમિયાન કૈલાશ નગરના ગેટ પાસે કેટલાક લોકો ટોળે વળીને ઉભા હતા. પોલીસને જોઈને કેટલાક લોકો અહીંથી ભાગી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ ત્યાં હાજર મળી આવતા પોલીસે તેને અહીં શુ કરો છો? કોણ કોણ બેઠા હતા તેવું પૂછતાં જીતેન્દ્ર ચૌધરી નામના વ્યક્તિએ તમને કાલે પણ કહ્યું હતું અહીં આવવાનું નહિ લોકોને કેમ હેરાન કરો છો કહીને ફરજમાં અડચણ ઉભી કરી માથાકૂટ કરવા લાગ્યો હતો. આ જીતેન્દ્ર અન્ય કોઈ નહિ પણ પોતે આર્મ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો – Yuvraj Singh Jadeja: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની અટકાયત, પોલીસ પર ગાડી ચડાવી હોવાનો આરોપ

આરોપીએ હજુ પોલીસ વધુ કઈ વાત કરે તે પહેલા બબાલ કરી શર્ટનો કોલર પકડી બબાલ કરી અહીં નહિ આવવાનું લોકોને હેરાન નહિ કરવાના કહી તંગદિલી ભર્યું વાતાવરણ ઉભું કર્યું હતું. જીતેન્દ્ર અગાઉ પણ મારામારી, પ્રોહીબિશન, રાયોટિંગ જેવા ગુના આચરી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. જેથી હવે શહેરકોટડા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મહાવીરલાલ ચૌધરી, ભુપેન્દ્ર ઉર્ફે ગોરુ સહિત અન્ય છ લોકો સામે ગુનો નોંધી જીતેન્દ્રને પકડી લીધો હતો.

આ પણ વાંચો – કોંગ્રેસને ચૂંટણી લડવા માટે કોઈ ઉમેદવાર પણ નહીં મળે: સી.આર.પાટીલ

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરકોટડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનું રાજ જોવા મળ્યું હતું ત્યારે હવે લુખ્ખા તત્વોની સાથે સાથે આવા ગુનેગાર પોલીસ વાળાઓ પણ પોલીસ સાથે ઘર્ષણ કરતા સ્થાનિક પોલીસે શરમના માર્યે ડૂબી જવાનો વારો આવ્યો છે. ગુનેગારો તો પોલીસને ગાંઠતા નથી પણ આવા પોલીસવાળા પણ પોલીસને ન ગાંઠતા હોવાનો બનાવ સામે આવ્યો છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત



Source link

To Get Govt Jobs News

To Give Gujarati Quiz For Govt Jobs

Tech News

About Admin

Admin
Recommended Posts × +

0 Comments:

Post a Comment