latest Post

AAP and student leader Yuvrajsinh car camera arrested Gandhinagar police


ગાંધીનગર : ગુજરાતમાં સરકારી ભરતીમાં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની પોલીસ દ્વારા મંગળવારે અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહે પોલીસકર્મી (Gandhinagar Police) પર ગાડી ચઢાવી દીધી હતી સાથે જ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

આ કેસમાં હવે યુવરાજસિહની મુશ્કેલીઓ વધી છે. યુવરાજસિંહની ગાડીના કેમેરામાં આ આખી ઘટના કેદ થઇ છે. ગાંધીનગરના પોલીસે યુવરાજસિંહ સામે ગુનો દાખલ કર્યો છે.

આ અંગે ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: ગાંધીનગર, ગુજરાત





Source link

To Get Govt Jobs News

To Give Gujarati Quiz For Govt Jobs

Tech News

About Admin

Admin
Recommended Posts × +

0 Comments:

Post a Comment