latest Post

Electrical appliance closing machine - ઇલેક્ટ્રિકલ ઉપકરણો બંધ કરવાનું મશિન – News18 Gujarati


જો તમે ક્યાંય બહાર ગયા હોવ અને તમને વિચાર આવે કે ક્યાંક ઘરમાં લાઈટ પંખા કે ઘરના કોઈ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ (Electrical Appliances) ચાલુ તો નથી ને. તો તમે શું કરો? યા તો તમે ઘરે જઈ ચેક કરવા જશો કે બધું બરાબર છે કે નહીં. જોકે હવે આવા લોકોની ચિંતાનો ઉપાય ગવર્મેન્ટ પોલીટેક્નિકના ઇલેક્ટ્રિકલ વિભાગ (Electrical Department of Government Polytechnic)ના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો છે. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી હોમ ઓટોમેશન સિસ્ટમથી હવે દુનિયાના કોઈપણ ખૂણેથી તમારા ઘરની લાઈટ, પંખા, રેફ્રીઝરેટર, બલ્બ, મોટર સ્વીચ ઓફ થશે Light Turning Machine.

કેવી રીતે કામ કરે છે એ સિસ્ટમ

આપણા રોજિંદા જીવનમાં સામાન્ય રીતે આપણે બહાર જતી વખતે ઇલેક્ટ્રિકલ ઉપકરણો બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. કેટલીકવાર આળસને લીધે મોટાભાગના લોકો ઇલેક્ટ્રિકલ ઉપકરણોને ઓન ઓફ કરવાનું ટાળવા માટે કે પછી સામાન્ય રીતે કોઈકની વિદ્યુત ઉપકરણો ઓન ઓફ કરવા માટે રાહ જોતા હોય છે. પરંતુ હવે તે કંટ્રોલ થઈ શકશે તમારા સ્માર્ટફોનથી. ગવર્મેન્ટ પોલીટેક્નિકના ઈલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ સાજન પોદ્દાર, અમન ઘાંચી, દર્શન રાઠોડ અને મેઘલ ડોડીયાએ એપ્લિકેશન બેઇઝડ એક સિસ્ટમ તૈયાર કરી છે. જેનું નામ હોમ ઓટોમેશન ડિવાઇસ આપવામાં આવ્યું છે. જેના દ્વારા દુનિયાના કોઈપણ ખૂણેથી આ ડિવાઇસ દ્વારા ગૂગલ પર કે એલેકસા પર કમાન્ડ આપીને સ્વીચ ઓન ઓફ થઈ શકે છે. એટલું નહીં તમે ઘરે તમારા ઈલેક્ટ્રિકલ ઉપકરણ ઓન છે કે ઓફ તે પણ ચેક થઈ શકે છે.

આ પણ વાંચો- Ahmedabad Mayor: લો બોલો! અમદાવાદ શહેરના મેયર AAP નેતાઓને કરે છે ફોલો, સત્ય છે ચોંકાવાનારૂં

હાલમાં આ હોમ ઓટોમેશન સિસ્ટમમાં, સિનરિક પ્રો વેબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રિલે સાથે જોડાયેલ ટીવી, ફેન, બલ્બ, મોટર, રેફ્રિજરેટર તરીકે ઘરનાં ઉપકરણોને નિયંત્રિત કરવામાં આવે છે.  Wifi મોડ્યુલ નોડ MCU ESP8266 સ્માર્ટફોનમાંથી ઇન્ટરનેટ દ્વારા વાયરલેસ રીતે આદેશો પ્રાપ્ત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જરૂરી છે અને ઇન્ટરનેટ કનેક્શન વિના કામ કરી શકતું નથી.

આ પણ વાંચો- Corona: ચીનના શાંઘાઈમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, સેનાએ સંભાળી કમાન, અન્ય શહેરોમાંથી 15 હજાર ડોક્ટર મોકલ્યા

આ પ્રોજેકટની ગવર્મેન્ટ પોલીટેક્નિકના પ્રિન્સિપાલ ભાસ્કર ઐયરએ સરાહના કરી છે. તેઓએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ અંતર્ગત વિદ્યાર્થીઓને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવે છે. મહત્વનુ છે કે આ પ્રોજેકટનો મૂળભૂત હેતુ ઘરને વધુ આરામદાયક બનાવવા અને સુરક્ષિત બનાવવા, શક્તિના બિનજરૂરી ઉપયોગોને બચાવવા માટે કોઈપણ જગ્યાએથી ઉપકરણોને નિયંત્રિત કરવા અને માનવ જીવન-પદ્ધતિને અત્યંત સરળ બનાવવાનો છે.

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad news, Ahmedabad Polytechnic, Electronic Items, Electronic Scale, Electronics



Source link

To Get Govt Jobs News

To Give Gujarati Quiz For Govt Jobs

Tech News

About Admin

Admin
Recommended Posts × +

0 Comments:

Post a Comment