latest Post

PGVCL Recruitment : PGVCLમાં 87 જગ્યાની ભરતી, 37,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક


PGVCL Recruitment 2022: સરકારી નોકરીની (Sarkari Naukri) શોધ કરી રહેલા ઉમેદવારો માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)માં બમ્પર ભરતી બહાર પડી છે. જુદી જુદી ભરતી હેઠળ કુલ 87 જગ્યા માટે પીજીવીસીએલની નોકરીની જાહેરાત આવી છે. નોકરી માટેનું નોટિફીકેશન પીજીવીસીએલની સાઇટ પર મૂકી દેવામાં આવ્યું હતું. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ બુધવારે 6-4-2022ના રોજ છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવા માટે જાહેરાતની લિંક પર ક્લિક કરી અને ભરતીની જાહેરાત વાંચી લેવી અને બાદમાં અરજી કરવાની રહેશે.

PGVCL Recruitment 2022 ખાલી જગ્યા : આ ભરતીમાં કુલ 87 જગ્યા છે. જેમાં વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની 57, ડે.સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટન્ટ્સની (ફક્ત એસટી કેટેગરી) માટે 27, વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની 03 (ફક્ત એસઈબીસી) કેટેગરી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આમ ઉપરોક્ત બે નોકરીઓ ફક્ત અનામત કેટેગરી માટે છે બાકીને જુનિયર આસિસ્ટન્ટની ભરતી તમામ કેટેગરીના ઉમેદવારો માટે છે.

PGVCL Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત

વિદ્યુત સહાયત (જુનિયર આસિસ્ટન્ટ) આ 57 જગ્યાની ભરતી માટે ઉમેદવારો બીએ.બીકોમ. બીએસસી. બીસીએ અથવા અન્ય કોઈ પણ સ્નાતક કોર્સ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અંતિમ વર્ષના ઓછામાં ઓછા 55 ટકા સાથે કરેલો હોવો જોઈએ.

ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ (ST) આ 27 જગ્યાની ભરતી માટે એસટી ઉમેદવારોએ સીએ/આઈસીડબલ્યુએ/ એમ.કોમમાંથી કોઈ એક વિષય સાથે ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કર્યુ હોવું અનિવાર્ય છે.]

આ પણ વાંચો :  Ministry of Labor and Employment Recruitment: 112 યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યાઓ પર ભરતી, મળશે રૂ. 50,000 સુધીનો પગાર

વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) : આ ભરતી માટે કુલ 03 એસઈબીસીની જગ્યા છે. જેના માટે ઉમેદવારોએ બીઈ-ઈલેક્ટ્રિકલ, બી.ટેક ઈલેક્ટ્રિકલ સાતમાં અને આઠમાં સેમેસ્ટરમાં 55 ટકા માર્ક્સ સાથે પાસ કર્યુ હોવું જરૂરી છે.

PGVCL Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

આ નોકરી માટે ત્રણેય પોસ્ટની પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. નોકરી માટે જુદા જુદા વિષયો સાથેની પરીક્ષા લેવાશે જેની માહિતી નોટિફીકેશનમાં આપવામાં આવી છે. ઉમેદવારોએ નોટિફિકેશન ખાસ વાંચવું અને તેના આધારે તૈયારી કરવી

નોકરીની ટૂંકી વિગતો

જગ્યા87
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ/બીઈ/સીએ/આઈસીડબલ્યુએ/ એમ.કોમમાં
પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
અરજી ફી250/500 રૂપિયા તમામ પોસ્ટ માટે અલગ અલગ
અરજી કરવાની અંતિમ તારીખ6-4-2022
વિદ્યુત સહાયત (જુનિયર આસિસ્ટન્ટ)ની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ (ST)ની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) ની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

PGVCL Recruitment 2022: પગાર

વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની પોસ્ટ માટે 5 વર્ષના ફિક્સ પગારથી નોકરી શરૂ થશે જેમાં પહેલાં વર્ષે 17,500, બીજા વર્ષે 19,000, ત્રીજીથી પાંચમાં વર્ષ 20,500 પગાર મળશે. ત્યારબાદ ઉમેદવારોને 25,000થી 55,800 સુધીના સ્કેલમાં પગાર મળશે.

આ પણ વાંચો : UPSC IES ISS Recruitment : યુપીએસસીની ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ, અહીંથી કરો અરજી

ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સની પોસ્ટ માટે પગરાની શરૂઆત 37,500થી થશે અને તે સરકારી નિયમ મુજબ 81,100 રૂપિયાના ગ્રેડ સુધી મળી શકશે.

વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર)ની પોસ્ટ માટે પહેલા વર્ષે 37,000 અને ત્યારબાદ બીજા વર્ષથી પાંચમા વર્ષ સુધી 39,000 પગાર મળશે.

PGVCL Recruitment 2022: અરજી ફી

વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) માટે સામાન્ય એસઈબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારો મમાટે 500 રૂપિયા અને એસટી, એસસી, પીડબલ્યુડી ઉમેદવારો માટે 250 રૂપિયા

આ પણ વાંચો :  Railway Recruitment : રેલવેમાં 2972 જગ્યા માટે ભરતી, 10 પાસ માટે પણ તક, અહીંથી કરો અરજી

ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સની ભરતીના ઉમેદવારો માટે 250 રૂપિયા

વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર)ની પોસ્ટમ માટે 500 રૂપિયા જેમાં પીડબલ્યુડી ઉમેદવારો માટે 250 રૂપિયા રિફન્ડેબલ છે.

Published by:Jay Mishra

First published:

Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર



Source link

To Get Govt Jobs News

To Give Gujarati Quiz For Govt Jobs

Tech News

About Admin

Admin
Recommended Posts × +

0 Comments:

Post a Comment