ઉનાળાની શરૂઆતથી લીબુના ભાવ વધી રહ્યા હતા. મંગળવારે અમદાવાદ જમાલપુર માર્કેટમાં હોલસેલમાં એક કિલો લીંબુના ભાવ 200 થી 230 રૂપિયા જોવા મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે લીંબુની આવક ઓછી છે. મહેસાણા તરફથી આવતા લીંબુની આવક ઓછી છે. મહારાષ્ટ્ર, મદ્રાસ અને વિજાપુર તરફથી લીંબુ આવે છે. જોકે આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. સાઉથ બોપલની માર્કેટમાં લીંબુના એક કિલોના ભાવ 360 રૂપિયા છે.
આ પણ વાંચો – અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા
ઉનાળામાં લીંબુની માંગ વધી જાય છે અને સામે આવક ઓછી હોય છે જેના કારણે લીંબુના ભાવ વધી જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે લીંબુની આવક ઓછી અને માંગ વધારે હોવાનું કારણ જવાબદાર છે. પરંતુ જે રીતે ડીઝલના રોજરોજ ભાવ વધી રહ્યા છે તેના કારણે ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ રહ્યું છે.
આ પણ વાંચો – અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પોલીસકર્મીઓ ઝડપાયા, કુલ 128 કેસ નોંધાયા
વેપારી અહેમદ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે લીંબુના ભાવે રેકોર્ડ બ્રેક કર્યો છે. કોરોના બાદ લીંબુનો વપરાશ વધ્યો છે અને આવક એટલી જ છે. સાથે ઉનાળામાં લીંબુની માંગ પણ વધી જતી હોય છે. રમજાન પણ ચાલી રહ્યો છે. ઉનાળામાં એનર્જી જળવાય રહે તે માટે લીબુ શરબત વધુ પિતા હોય છે. સરકારની કૃષિલક્ષી પોલિસી પણ કારણ છે કારણ કે હવે ખેડૂત પાસેથી સીધી કંપનીઓ ખરીદી કરી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Source link
To Get Govt Jobs News
To Give Gujarati Quiz For Govt Jobs
Tech News

0 Comments:
Post a Comment