પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ. ઓઆરએસ, લસ્સી, પાકી કેરીનો રસ, કાચી કેરી, લીંબુ પાણી, છાશ જેવા ઘરે બનાવેલા પીણાઓનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શરીર નિયમિત રીતે હાઈડ્રેટ રહે. હળવા, હળવા રંગનાં, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા જોઈએ. તડકામાં બહાર જતી વખતે રક્ષણાત્મક ગોગલ્સ, છત્રી/ટોપી, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવા, ઘર બહાર હોઈએ ત્યારે માથાને ઢાંકવા કાપડ, છત્રી, ટોપીનો ઉપયોગ કરવા જણાવાયું છે.
આ પણ વાંચો: અહેમદ પટેલના દીકરા ફૈઝલ કોંગ્રેસથી નારાજ! કહ્યુ ‘મારી પાસે અન્ય વિકલ્પો પણ છે’
આ ઉપરાંત, જરૂર ન હોય ત્યાં સુધી ઘરમાં રહેવા, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરી ઘરને ઠંડુ રાખવા, નીચેના માળ પર રહેવા, પંખા-ભીના કપડાનો ઉપયોગ કરવા, ઠંડા પાણીથી સ્નાન કરવા માર્ગદર્શિકામાં જણાવાયું છે. આ ઉપરાંત હીટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ ક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને હુમલાનાં ચિહ્રનો છે.
આ પણ વાંચો: અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા
આવા ચિહ્નો દેખાય અથવા તમે બેભાન અથવા બિમાર અનુભવો તો તરત દાક્તરી સલાહ લેવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રાણીઓને પણ છાંયડામાં રાખવા અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપવું જોઈએ. હીટ વેવની સ્થિતિમાં તડકામાં બહાર જવાનું ટાળવા, ખાસ કરીને બપોરે 12.00 થી 4.00 કલાકની વચ્ચે બહાર જવાનું, ઘાટા,ભારે અથવા ચુસ્ત કપડા પહેરવાનું, ખુલ્લા પગે બહાર જવાનું ટાળવુ જોઈએ. જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત શ્રમની પ્રવૃતિઓ કરવાનું, રસોઈ કરવાનુ ટાળવું જોઈએ. રસોઈ કરવાની જગ્યામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવા જોઈએ. હાઈ પ્રોટિન ધરાવતો ખોરાક-વાસી ખોરાક ન ખાવો જોઈએ, આલ્કોહોલ, ચા-કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિન્ક્સ કે જે શરીરને ડિહાઈડ્રેટ કરે છે તે લેવાનું ટાળવું જોઈએ તેમ વહીવટીતંત્રની માર્ગદર્શિકામાં જણાવાયું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Heat wave, Hot, Panchmahal, Summer, ગોધરા
Source link
To Get Govt Jobs News
To Give Gujarati Quiz For Govt Jobs
Tech News

0 Comments:
Post a Comment