સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યાં જ હત્યા લૂંટ અને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં નાની બાળકીઓ સાથે સગીર વયની ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કારની સત્ય ઘટનાઓ સામે આવી રહી છે. કિશોરભાઈની બાળકીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચકચારમચી જવા પામી હતી.
આ પણ વાંચો- લો બોલો! અમદાવાદ શહેરના મેયર AAP નેતાઓને કરે છે ફોલો, સત્ય છે ચોંકાવાનારૂં
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર રોડ ઉપર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રવાલ નામના યુવકે ઘર પાસે જ રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી બંને એકબીજા સાથે આંખ મળી ગઈ હતી. જેને લઇને તેને આ યુવતી સાથે ધીરે-ધીરે સંપર્ક વધાર્યો હતો અને તેને એક દિવસ મોલમાં ફરવા લઈ ગયો હતો ત્યારબાદ આ યુવક દ્વારા કિશોરીને સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. જોકે આ બાદ કિશોરી પ્રથમ તો વિરોધ નોંધાવ્યો હતો બાદમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
આ પણ વાંચો- Politics in Gujarat: સત્તા-સમાજ અને સાંઠગાંઠ, શું નરેશ પટેલ આગામી સપ્તાહે ભાજપમાં જોડાશે?
જોકે થોડા દિવસ બાદ સગીરાને પેટમાં દુખાવો થતા પરિવાર કિશોરીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબે કિશોરી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો જેને લઇને પરિવારના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. જોકે પરિવારે સમગ્ર મામલે કિશોરીની પૂછપરછ કરતાં તેણે ઘર નજીકના યુવક સાથે પ્રેમસંબંધ હતો અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની વિગતો આપી હતી. જેને લઇને આ કિશોરીના પરીવારે યુવક વિરુદ્ધ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવા સાથે દુષ્કર્મના આરોપી યુવકને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Crime, Surat Crime Latest News, Surat Rape case, સુરત પોલીસ
Source link
To Get Govt Jobs News
To Give Gujarati Quiz For Govt Jobs
Tech News

0 Comments:
Post a Comment